રસ્તે ચાલતાં લાગેલી એ ઠોકરે મને ઘાયલ ઘણી કરી! પણ, લાગતાંની સાથે જ સાવધાન રહેવાનું ય ભેગાભેગું શીખવતી ગઈ.
ખાસ તો એ ઠોકરે મારું કઠોર ઘડતર કર્યું. એ ઠોકર ન વાગી હોત તો કઠોર સમયમાં ગમે તેવા ઝંઝાવાત સામે બાથ ભીડતાં હું કેમ શીખત? ખરેખર તો એ ઠોકરે મને જે તે 'સમય'ની ઋણી બનાવી દીધી.
~Damyanti Ashani