સાંજથી પવનના કારણે
અટવાઈ ગયેલું પંખી
સવારે માળે પહોંચે છે તો
એ વૃક્ષ એ માળો
માળામાં પેલાં ચીંચી કરી આવકારતાં બચ્ચાં ક્યાં ?
અરે એ વૃક્ષ નીચે જ સુઈ જતો ઘરડો ડોસો
જે રોજ ક્યાંકથી લાવી દાણા નાખતો
એ ?
અવકાશ નર્યો અવકાશ
હા
રોજ એ રસ્તે પસાર થતી મેદની
એમ જ...