વાત કહું...
એકાકી આ જિંદગી માં
શોધે તને મારી નજર
સામે આવ અગર તું છે તો
આવ સખી તને વાત કહું...
શું કહું તુજ ને હવે હું
હૈયા નો ધબકાર કહું
તોફાની થૈ મુજ પર વરસે
એવી તને મેઘલી રાત કહું...
પ્રેમ તારો પામવા ની હજી
આશ દિલ માં તરસી રહી
કહેવું તો ઘણું છે દિલ ને
મુજ હૈયા ની મીરાંત કહું...
તારી પ્રતીક્ષા માં અમે તો
એકલી જિંદગી ગુજારી છે
આવ હવે મળી જા "બકુલ"
"કલ્પના" ની સૌગાત કહું...
-બકુલ ની કલમે...✍️
ગઝલ
17-05-2021
06.47