તું મારી ધડકન ને તું મારી તડપન,
તું જ મારો પ્રાણ ને તું જ મારો શ્વાસ....
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....
તારો સમય મારો એ પ્રેમનું તર્પણ,
ક્ષણભર મળે ત્યાં રચાય પ્રણય પળ,
પ્રેમ તારો મારા આતમ અંગ નો લિબાસ,
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....
શા ને તું મુજને સતાવે ઓ શામળ,
તારા હૃદયમાં મારા પ્રેમનું વિસામણ,
મારા પ્રત્યેક બોલ માં તારી જ સુવાસ,
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ....
નયનો ની જ્યોતિ માં છે તારું દર્પણ,
જીવન આ મારું છે તુજને સમર્પણ;
અઝીઝ આ પ્રેમનો છે મારા ગીતોમાં પ્રાસ,
તું મારી દુનિયા ને તું જ છે વિશ્વાસ.....
-Aziz