આંખો મારી એક નશામાં હોય છે,
એ ત્યારે બહુ મજામાં હોય છે.
પ્રેમ હો ભલે ને બન્ને તરફથી પણ,
કોઈ એકજ એમાં વફામાં હોય છે.
ને ડુબો તમે છતાં નથી હોતી ખબર,
તળિયા ક્યાં અને કશામાં હોય છે !
અને લાગણીની આપ લે માં સાદો,
નિયમ છે,કોઈ એક નફામાં હોય છે.
મુકે છે અહીં શહીદોની તસ્વીરો બધા,
તો જીવતાં જીવે શુ નકામાં હોય છે !?
જે રીતે હું રડ્યો છું પ્રેમમાં હવે નથી,
વિશ્વાસ કે ભગવાન બધામાં હોય છે !
કવિન શાહ