"જિંદગી લંબી નહીં, બડી હોની ચાહિયે ..."
1971 માં રાજેશ ખન્ના અને અમીતાભ બચ્ચનનું એક મુવી આવ્યું હતું. જેનું નામ છે આનંદ. આ મુવી ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે. આજના ટાઈટલમાં લખેલા શબ્દો પણ આનંદ મુવીનાં જ છે. જરાક વિચારી જુઓ તમને ખબર પડે કે તમે થોડા સમય પછી મરી જવાનો છો તો તમે શું કરો?? અથવા તમને એવો સવાલ થાય કે, એવા સમયે શુ કરવું જોઈએ?? તો આ દરેક સવાલના જવાબ મેળવવા માટે તમારે ચોક્કસ આ મુવી જોવું જોઈએ.આ મુવીનો એક મસ્ત ડાયલોગ છે કે, "બાબુ મોશાય, જિંદગી ઔર મૌત તો ઉપર વાલે કે હાથ હૈ. ઉસે ના તો આપ બદલ શકતે હૈ ના મેં. હમ સબ તો રંગમંચ કી કથપુતલીયા હૈ, જીન કી ડોર ઉપર વાલે કી ઉંગલીયો મેં બંધી હૈ."
માણસને જિંદગીની સાચી કિંમત ત્યારે જ થાય છે,જ્યારે મૌત નજીક હોય છે. મેં એવા ઘણા લોકોને જોયા છે કે, જે હજુ જીવ્યા પણ નથી અને એ પહેલાં મોતને વળગી ગયા છે. જિંદગીભર માણસને જીવતા નથી આવડતું અને મૌત જ્યારે સામે આવે છે ત્યારે સવાલ થાય કે, હું જીવ્યો કેટલું ?? યાદ રાખજો, ઓક્સિજનથી તમારું હૃદય ચાલશે પણ જીવનનું શું?? "જીવનને સંઘર્ષ સાથે નહીં પણ સહર્ષ સાથે જીવતા શીખો." મૌત તો એક દિવસ આવવાનું જ છે. અહીં કોઈ માણસ અમરપાટો લઈને નથી જન્મતું. દરેકને એક દિવસ કાયમને માટે શ્વાસ છોડવા જ પડે છે. લેખક ગુલાબદાસ બ્રોકરનું એક ફેમસ વાક્ય છે, "જીવો અને જીવવા દો. મરણ લગણ આ જિંદગી ચાર દી' ની..."
હાલની પરિસ્થિતમાં જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો મૌત નજીક આવ્યું એવું માની લેવાની જરૂર નથી. જીવનને પુરા આત્મવિશ્વાસ સાથે જીવવાનું શરૂ કરી દો. જિંદગી તમારી છે તો તમારી સમજીને પ્રેમ કેમ નથી કરતા?? જ્યાં સુધી તમે તમારી જાતને પ્રેમ નહીં કરો ત્યાં સુધી જિંદગી પણ તમને પ્રેમ નહીં કરે. કવીયિત્રી લક્ષ્મી ડોબરીયાની એક રચનાની પંક્તિ અહીં યાદ કરવી પડે, "કોણ છું ના પ્રશ્નથી ખુદને પડકારી જુઓ. કોઈ વૈરાગી ક્ષણે, જીવ શણગારી જુઓ."
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :
જિંદગી કેસી હૈ પહેલી હાય
કભી તો હસાયે, કભી યે રુલાયે
કભી દેખો મન નહીં જાગે
પીછે પીછે સપનો કે ભાગે
એક દિન સપનો કા રહી
ચલા જાયે સપનો સે આગે
- SHILPA PARMAR "SHILU"