🙏જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.
જયારે જયારે કુદરતી આપતિ ઉભી થઈ છે ત્યારે સેવાકીય વ્યક્તિઓ, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ સેવા નો ભેખ ધારણ કરી સેવા કરવા માટે નીકળી પડે છે. સારા ખોટા સમય માં એક બીજા પ્રત્યે સદભાવના રાખવી તે આપણી માનવ સંસ્કૃતિ છે. તેમાં માણસાઈ ના દિવા પ્રજવલીત થઈ પ્રકાશ પાથરતા જોઈ શકાય છે.
માત્ર આપત્તિકાળ નહી પરંતુ નિત્ય ક્રમ માં પણ પરોપકાર ના નાના મોટા કામ કરી, જાણીતી કે અજાણી વ્યક્તિ ના ચહેરા ઉપર સ્મિત લાવી, તેમના ચહેરા માં આશા અને ઉમંગ ની ચમક આપી, અજાણ્યા વ્યક્તિ જોડે પ્રેમ ભર્યા બે શબ્દો બોલી માણસાઈ ની જ્યોત દરરોજ પ્રજવલીત રાખી શકાય છે.
કલ્પેશ ત્રિવેદી ના 🙏🌹