"શું હું માણસ બની શકુ"
દેવ હોય કે દાનવ બધા ને બનવુ હોય માનવ. માનવ જન્મ લેવો સહેલો છે. માનવ બન્યા પછી પરીક્ષા છે માણસ બનવા ની. પોતાના અંગત સ્વાર્થ માટે સ્વાર્થી બની શકુ, લુચ્ચાઈ કરી બીજા ને છેતરી શકુ, રૂપિયા ની માયા માં કાળાબાઝાર, ડુપ્લીકેટ દવાઓ વિગેરે દ્વારા માનવ ને તન.. મન.. ધન થી મારી શકુ, ભ્રસ્ટાચારી બની દેશ ના અર્થ તંત્ર ને ખોખલુ કરી શકુ... હું માનવ બની ને કેટલા બધા ખેલ કરી શકુ!
ત્યારે પ્રશ્ન થાય કે "માનવ બની ને શું હું માણસ બની શકુ "
હા ખરેખર ધારુ તો માણસ બની ફારશ કરવા ની જગ્યા એ ફાનસ રૂપી પ્રકાશ આપી પથદર્શક બની શકુ.
:કાલ થી એક નવા ટોપિક સાથે મળીશું :
જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ. શુભ રાત્રી.
🙏🌹
કલ્પેશ ત્રિવેદી ના પ્રણામ.