મા
દુનિયા મને
જરીકે ના રાસ આવે
હું સમર્પણમાં માનુ
ઓળઘોળ બની જાવ
માન્યા પોતાનાં
એને કાજે સઘળું લૂંટાવુ
નફા ખોટનો વ્યવહાર વચ્ચે લાવું
લીલી લાગણી નજરાણા માં. આપું
તોયે. ઓછું પડે છે
જેને હું ચાહું
નથી ચાલી શકતો રસમોનીસાથે
નિર્વ્યાજ પ્રેમ પણ
શંકાથી તોળે
આ રસમ કેવી રીતે નિભાવું?
મા,. મને આ દુનિયા નહીં રાસ. આવે
બહેતર રહેશે તારી પાસે બોલાવી લે !