Gujarati Quote in Poem by Anubhav ni yaad hamesha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુૃં જાણે છે,
મને નાનપણથી નીચે જોઇને
ચાલવાની
ટેવ છે. કારણ...
મનેય નથી ખબર !

હું
કહું તને ? શું શું
જોયું છે મેં નીચી
નજરે !

ધૂળિયા, ચીકણા, કાચા, પાકા, પથ્થરિયા ને નમણા
રસ્તા...

લાંબા, ટૂંકા, સ્થિર, તરલ, જીવંત, મૃત ને અદૃશ્ય
પડછાયા...

નીચી નજરે મધરાતે
ઝળહળતા તારા પણ જોયા છે મેં
આભમાં હોય
એથીય વધુ ચળકાટ
આ આંખોએ ઝીલ્યો છે, નીર વતી

તનેય
એમ જ જોયો છે મેં
હંમેશાં
પ્રેમભરી
નીચી નજરે જ...

--નિર્મોહી

Gujarati Poem by Anubhav ni yaad hamesha : 111704214
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now