ખીચામાં મુકેલી પેન
કોઈ માંગી લે તો,
આપણું ખુન ઉકળી જાય છે.
આ દિકરીવાળા પણ
શું જીગર રાખે છે, સાહેબ,
કાળજાના કટકાને અજાણ્યા
હાથોમાં સોંપી દે છે..
દિકરીઓ રમકડું નથી હોતી,
પિતા તો ફકત પ્રેમથી જ
ઢીંગલી કહેતા હોય છે.
🙏🏾
સવારે દીવો કર્યા વગર ઘરની
બહાર જવાય પણ દીકરીને
વહાલ કર્યા વગર નીકળી
જઈએ તો આખો દિવસ
કંઈ ખૂટ્યા કરે.
🙏🏾
પુત્રી ને વહાલ કરતા પિતાનું
દ્રશ્ય મંદિર ની આરતી જેવુ
હોય છે, ભલે દૂર હોઈએ
પણ માથુ નમી જ જાય.
🍃🍂
દિકરી સાથે ગાળેલી ક્ષણો
એ બાપનો ખજાનો છે.
એ ચિરસ્મરણિય બની રહે
છે, એનો આનંદ અનેરો છે.
એની તોલે બીજું કશું આવી
શકે તેમ નથી .
🙏🏾
દિકરી ની જીદ સામે હારી
જવાનો આનંદ જ કંઈક
ઓર છે, જરા ધ્યાન થી
જોશો તો ખબર પડશે.
જીતી ગયેલી દિકરી જાણે
આબેહૂબ તમારું જ
પ્રતિબિંબ છે.
*"પુત્રી એટલે માણસના*
*પુણ્ય ની પરમાત્માએ*
*આપેલી પાવતી..!"*