લગભગ આપણે એક વર્ષથી વધારે સમયથી કોરોના ની વાતો સાંભળીએ છીએ અને એક વર્ષ પહેલા એ વિદેશમાં, ત્યારબાદ દેશમાં ,આપણા રાજ્યમાં, શહેરમાં અને હવે આપણી આસપાસ સગા વહાલા, સ્વજનો, મિત્રો અને સ્નેહીજનોને કોરોના કહેર ની સામે લડી રહેતા જોઈએ છીએ ઝઝૂમતા જોઈએ છીએ કઈ રીતે એનો સામનો કરે છે એનાથી આપણે બધા જ પરિચિત છીએ અને તેના કારણે જ આજે આપણા દેશમાં કેટલી અવ્યવસ્થા ફેલાઇ ગઇ છે અને રોજ કેટલાય નિર્દોષ લોકો આનો ભોગ બન્યા છે કેટલાય વડીલ વૃદ્ધોએ તેમના અંતિમ પડાવનો સહારો ગુમાવ્યો છે તો કેટલાય નાના બાળકોએ તેની છત્ર છાયા સમાન માતા-પિતાને ગુમાવ્યા છે...... Bindu
આપણે આટલા કહેરથી દૂર રહેવા બચવા માટે ઉપાયો શોધીએ છીએ કે આપણે આજથી કોઈ સમાચાર જ નથી જોવા, ચાલો આપણે લોકોએ એ સ્વીકાર્યું છે તો કેમ ભૂલી જઈએ છીએ કે જે મહામારી આપણા માટે જ નહીં આખા વિશ્વ માટે ખતરો બની છે અને હજી ક્યારે ભૂતકાળ બનશે તેની કોઈ જ ખાત્રી નથી છતા દેશ માટે કે જે આ મહારોગ છે તેના માટે કંઇક કરીએ. એ દેશ આપણા દેશના લોકોનો જીવ લઈ રહ્યો છે અને આપણા દેશને બરબાદ કરવા માટે એક પણ તક જતી નથી કરતો .મારા સાંભળ્યા મુજબ હવે એ દેશ બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધશે કે જેથી આપણે દેશમાં અનાવૃષ્ટિ આવે અને આપણા દેશની હાલત કફોડી બને તો આપણે એ દેશ માટે કેમ કંઈ કડક પગલાં નથી ભરતા શા માટે આપણી મૂરખો ની જેમ...
જેમ એક ક્ષત્રિય પોતાના રાષ્ટ્રના હિત માટે કંઈ તકલીફ થાય તો આ આવેષયુક્ત પગલાં ભરીને પણ પોતાના રાષ્ટ્રના હિત માટે કંઈ પણ કરી છૂટવા તત્પર હોય છે અરે ક્ષત્રિય સમાજ મા તો જો કોઈ સ્વજન કે સ્નેહીજન પણ કઈ અયોગ્ય પગલું ભરે તો એ ક્ષેત્રીય તેને બરાબરનો પાઠ ભણાવે છે અને તેની તરફ મીટ પણ માંડતો નથી
તો આટલું થતું હોવા છતાં પણ આપણે આ દેશની સસ્તી વસ્તુ ખરીદી ને એ દેશની તો આર્થિક રીતે સહાય કરીએ છીએ પણ આપણા દેશ માટે આપણે એક રાષ્ટ્રદ્રોહી સમાન છીએ અરે આ દેશની મોબાઇલ એપ્લિકેશન યુઝ કરીએ એના માટે પણ આપણા પર લાનત છે એનકેન પ્રકારે આપણે આ દુશ્મન દેશ ને આર્થિક રીતે સતત મદદરૂપ થતા હોઈએ છીએ બની શકે તો આપણે દેશની વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ વસ્તુ ન હોય તો તેના વગર ચલાવતા શીખવું જોઈએ પણ એવી વસ્તુ લઈને આપણે આપણા દેશનું અહિત શા માટે કરવું જોઈએ? Bindu
આપણે દેશમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા કેટલો પ્રચાર કરીએ છીએ આપણા ડીપી પર કે આપણા સ્ટેટસ પર સતત શહીદો માટે નારા લગાવીએ છીએ એટલે કે ખરેખર આપણે આપણા દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ રદય પૂર્વક.
પણ આપણે જો આવા દેશ ની વસ્તુઓ કે કોઈપણ સોશિયલ મીડિયાની એપ્લિકેશન નો ઉપયોગ ટાળી એ તો... એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે આપણે ખરેખર આપણા રાષ્ટ્રના રાષ્ટ્રદ્રોહી જ છીએ અરે કઈ જરૂર નથી કે તમે તમારા રાષ્ટ્ર માટે સરહદ પર જઈને લડી શકો, પણ તમે તમારા રાષ્ટ્ર માટે કંઈક કરી શકો છો તમારા રાષ્ટ્ર માટે થઈને તમે યથાયોગ્ય રીતે તેને સહયોગ કરશો તો પણ ઘણું છે તમે ઘરે બેસીને તમારા રાષ્ટ્રને ઉગારી શકો છો જો તમે એક નૈતિક અને પ્રામાણિક ધોરણ પર ચાલતા સાચા દેશભક્ત બની શકો તો..... જયહિન્દ 🙏