મહેફિલ જામી ને સાંજ વિતી જલસા સાથે
પછી એકલી બેઠી એકલતા સાથે
સૂરજ ઉગ્યો એની સોળે કળા સાથે
હું આથમી હૃદય ના પડછાયા સાથે
પવન ની શીત લહેર વહી સુવાળપ સાથે
હું વહી શીતળતા ની લહેરમાં બરફીલા તુફાન સાથે
કુદરત ની સુંદરતા પાથરી મનમોહક દ્રશ્ય સાથે
એજ દ્રશ્ય માં હું ખોવાઈ વિચારો ના વમળ સાથે
વરસાદ ની ધારા પથરાતી માટી ની સોડમ સાથે
સૂતી એ જ સોડમ માં નિર્જીવ કાયા ના વજન સાથે
જોવું તો ખરા કોણ આવ્યું છે ખોટા આંશુ સાથે
જીવતાં ના દેખાડ્યો સ્નેહ એ કોણ આવ્યું છેલ્લા મિલન સાથે
મોનિકા "એક આશ"
-monika doshi