જો, કૂહુ કૂહુ !
આટલી વહેલી આ કાળી
કેમ કૂજતી હશે !
સૂતી જ નહીં હોય
નહીં !
ઘેરાઈને લીલાંધકારે
એને જ જાણે
જાકારો !
ફાડી નાખે છે ગળું કૂજી કૂજીને
ત્યાં સુધી
જ્યાં સુધી ફૂટતી નથી
પેલી જાંબલી કોર એની આંખોમાં
ને ખુલતા નથી
ભૂરાકાશનાં દ્વાર
પછી શમી જાય છે એનું કૂજન
ને પોઢી જાય છે કાળી
નિરાંતે...
--નિર્મોહી