@દેશ પ્રજાથી મહાન બનતી હોય છે.@😊
આપણે ત્યાં કોઈ પણ આફત વખતે જે રીતે
વસ્તુઓ , દવાઓની સંગ્રહ ખોરી થાય છે
તેના ઉપરથી બહુ પ્રસિદ્ધ પ્રસંગ યાદ આવી ગયો.
👇
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મની એ બ્રિટન આવતા
ખાંડના જહાજો બોમ્બમારો 💣 કરી ડુબાડી દીધા.
બ્રિટન માં ખાંડની તીવ્ર અછત થઈ.લોકો રેસનિંગ ની
દુકાને 100-200 ગ્રામ ખાંડ લેવા માટે લાંબી લાઇનમાં
ઉભા રહેતા.
તત્કાલિન વ.પ્રિ ચર્ચિલે લોકોને અપીલ કરી
" ખાંડ માપમાં મળશે. જરૂરત પૂરતી જ ખાંડ ખરીદો.
સંગ્રહ ન કરશો નહિ તો ગરીબ વર્ગ સાવ ખાંડ વગર
રહી જશે."
બીજે દિવસે સંસદ જવા નિકળેલા ચર્ચિલે જોયું કે
સુખી દેખાતા લોકો પણ દુકાનો ઉપર લાંબી લાઇનોમાં
ઉભા હતા. એ દુઃખી થઈ ગયા કે બધાને મળશે એવી
જાહેરાત પછી પણ લોકોને ધિરજ નથી !
સેક્રેટરી ને તપાસ કરવા મોકલ્યા. થોડી વારે પાછા
આવી તેણે કહ્યું :
" સર , એ લાઇનો ખાંડ લેવા માટે નહિ પણ * જેમની
પાસે વધુ ખાંડ હતી એ પાછી આપવા આવ્યા છે. *
જેથી જેમની પાસે નથી એમને પણ મળી રહે!! "
ચર્ચિલે ગદ ગદ થઈ ને કહ્યું કે " જ્યાં આવી પ્રજા
હોય એ દેશ ને કોણ હરાવી શકે?"
પછીનો ઈતિહાસ જગજાહેર છે. આવું કેરેક્ટર
પ્રજાનું હોય તો દેશ મહાન થાય જ થાય....
* પ્રજા દેશથી મહાન નથી બનતી, દેશ પ્રજાથી
મહાન બનતો હોય છે.*
👉કોરોના કાળ માં લોકો સાથે લૂંટ કરતાં લોકોને સમર્પિત..🙏🙏🙏😊