Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏😊 *પ્રેરણાદાયી નાનકડી કથા ઓ* 😊🙏

*નાનકડી કથા-૧.*

માતાના નામે હતી તે જગ્યા પોતાના નામે કરી લેવાની ઈચ્છા થી મા પોતાના ઘરે રહે, તે બાબતને લઈને બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. તેઓએ મા ને પૂછ્યું તો મા એ કહ્યું, હું જે ત્રણ ગોળીઓ લઉ છું, તેના નામ જે બતાવી આપે, તેના ઘરે હું જઈશ. બંને ભાઈઓ નીચું જોઈ ગયા.

*નાનકડી કથા-૨.*

ભણવા માટે દૂર ગયેલા દિકરા એ માતાને પત્ર લખ્યો, કે અહિંયા મારા જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં. પત્ર વાંચી ને મા એ એક વખતનું ભોજન બંધ કર્યું, કેમ કે પત્રના અંતમાં પુત્રના આંસુ થી શાહી બગડેલી હતી.

*નાનકડી કથા-૩.*

દાદા ની લાકડી પકડી ને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, જોજે, ધીમે ધીમે, દાદા પડી ન જાય. દાદા હસીને બોલ્યા, હું કંઈ પડવાનો નથી. મારી પાસે બે લાકડી ઓ છે.

*નાનકડી કથા-૪.*

કેરીના ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરા ના વાંસે રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી ૫ણ દીધો. કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહીં.

*નાનકડી કથા-૫.*

ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા, તે જોઈને રાત્રે દિકરી એ પિતાજીના પીઠ પર માલીશ કર્યું. આ જોઈને દાદી બોલ્યા થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાંથી થાળીમાં.

*નાનકડી કથા-૬.*

પિતાજીના ગયા પછી સંપત્તિ ની વહેચણી કર્યા બાદ ઘરડી મા ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી, હું ખૂબ નસીબદાર છું. મારા ભાગે તો જીવન આવ્યું છે.

*નાનકડી કથા-૭.*

ગઈ કાલે મારો છોકરો મને કહે, પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમકે તમે પણ કદી દાદા દાદી ને છોડીને ગયા નથી. આ સાંભળી ને મને મારા વડીલો ની મિલકત મળી ગયા નો આનંદ થયો.

*નાનકડી કથા-૮.*

તેના પતિના મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા. જતાં જતાં પરાણે ૫૦૦૦ રૂપિયા તેના હાથમાં આપ્યા અને કહ્યું લગ્ન માં બહેનને દક્ષિણા આપવાની રહી ગઈ હતી. તે દિવસે મળેલી બધી ભેટોમાં આ શ્રેષ્ઠ હતી.

*નાનકડી કથા-૯.*

આજે ઓફિસ થી છૂટી ને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી, પણ સાસુજી ને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ. જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજી એ કહ્યું ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણા દિવસથી મને ખાવાનું મન હતું.

*નાનકડી કથા-૧૦.*

સાંજના સમયે સુમતીબેન માળા ફેરવતા હતા, ત્યાં છોકરો નોકરી એ થી ઘરે આવ્યો, તેની સાથે મોગરાના ફૂલ ની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથાં માં નાખી ને આવશે.પણ ત્યાં તો તેણે જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમાં મોગરાના ફૂલ હતાં. ભગવાન પણ ગાલમાં હસતા હતા.

🙏🌹 *સકારાત્મક વિચારો* 🌹🙏

*અત્યારે આ કોરોનાના સમયમાં નકારાત્મક વિચારો એટલા ફેલાઈ રહ્યા છે કે લોકોને સારા પણા પરથી વિશ્વાસ જ ઊઠી જાય છે. આવા સમયે આવી સકારાત્મક કથાઓ વધારે ને વધારે લોકો સુધી પહોંચવી જોઈએ.*

🙏😊🙏😊🙏😊🙏😊🙏😊🙏

Gujarati Motivational by અમી વ્યાસ : 111701283

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now