માં તારો હાથ બવ યાદ આવે
ઈશ્વરનું બનાવેલું શ્રેષ્ઠ સજઁન
જીવનનાં ડગલે ને પગલે યાદ આવે
તારા શબ્દોનો મલમ મારી તકલીફો
પર અમૃત તણો સ્વાદ લાવે
તારા ખોળા મુકીને માથું
ભાર સઘળો ઓગળતો લાગે
માં તારો હાથ બવ યાદ આવે
સઘળું સહન થાય પણ
તારા આસુંડા અંગારા જેવા લાગે
દરેક માં ની ઈચ્છા હોય
એનાં સંતાન કદી નાં દુ:ખમાં આવે
ઈચ્છા બધી નાં કહીએ અમે પણ
તારા માટે હંમેશા એવું જ મનમાં જાગે
માં તારો હાથ બવ યાદ આવે.