*મારા વિચાર*
કહેવાય છે,જેવી જેની દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.
જે જેવા હોય તેવા જ પ્રગટ થાય છે.જેનો સ્વભાવ જ વેદના અને તકલીફ આપવાનો હોય,તે એવું જ કરે છે.લાગણીઓની મજાક ઉડારનારા ક્યારેય લાગણીને સમજી નથી શકતા.જેનામાં દ્વેષ છે તે સૌનામાં દ્વેષ જ નિહાળશે.આ જગતમાં અમુક વ્યક્તિઓ એવું જ વ્યક્તિત્વ ધરાવે છે .પરંતુ આપણે આપણો સ્વભાવ છોડવાનો નથી. એ એનું કર્મ કરે છે તો આપણે આપણું કર્મ કરવું. આપણો જે ભાવ છે,પ્રેમ છે,કરુણા છે અને સૌથી કોઈનામાં દોષ ન જોવાની મનસા ....આ ક્યારેય ના છોડવું. બસ શુભ કર્મ કરો.અવર પર ધૃણા કે દ્વેષ ના રાખો.કુદરત નિહાળે જ છે. એ આપણી કદર કરશે.સૌનું ભલું કરો.ભગવાન આપણું ભલું કરશે.ભલે બધા આપણું બૂરું કરે...આપણે આપણી ભલાઈ ના છોડવી જોઈએ.