દ્વેત ભાવોમાં , જુઓને મધુરતા છે,
પ્રેમ જાદૂમાં જૂઓને ચતુરતા છે.
ભાવના માં, બાંધવાના, તંતુઓ ને,
મન જરા છલકે, ત્યાં જ છલકતા છે.
શરણમાં પામી જરા, જે સમર્પિત થઈ
જાતની સમજણથી જો સુધરતા છે.
ચાલ બાજી ચાલવી, ક્યાં શક્ય છે ત્યાં?
પ્રેમમાં જો અચળ , કેવી અચલતા છે
માનવીમાં મન જ , સાધન છે સદાયે,
સ્હેજ માં આનંદ, ત્યાં જો સરળતા છે.
-મોહનભાઈ આનંદ