Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હા,હું ગુજરાતી..."

આજ હું વાત લઈને આવી છું આખી દુનિયામાં પ્રસિદ્ધ એવા રંગીલા ગુજરાતની અને મોજીલા ગુજરાતીઓની.આપ સૌ ગુજરાતીઓને તો યાદ જ હશે કે, ટૂંક સમયમાં એટલે કે,પહેલી મે ના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ આવે છે.આપણી મોર્ડન ભાષામાં કહીએ તો જન્મદિવસ અથવા બર્થડે. સૌ ગુજરાતીઓ માટે પહેલી મેં એક ઉત્સવ છે.જે ધરતી પર રહીએ છીએ એ ધરાને થેંક્યું કેહવાનો ઉત્સવ.ઉત્સવ માટે ગુજરાતી પ્રજા હરહંમેશ તૈયાર જ રહી છે.કવિ ઉમાશંકર જોશી તો પોતાની કવિતામાં લખે છે કે, "હું ગુર્જર ભારતવાસી ,ઝંખું પલપલ જન મંગલ,મન મારુ ઉલ્લાસી..."

હવે સવાલ એવો થાય કે ,શુ માત્ર ગુજરાતમાં જન્મેલા લોકોને જ ગુજરાતી હોવાનું બિરુદ આપી શકાય ?? તમે ગુજરાતી છો એની વ્યાખ્યા શુ આપી શકાય ?? મારા મત અનુસાર તો "હા,હું ગુજરાતી " ટાઈટલમાં લખેલા આ શબ્દો બોલવામાં જે માણસને શરમ નથી આવતી અને આનંદ આવે છે ને એ જ માણસ દિલથી સાચો ગુજરાતી છે.પછી તે ગમે ત્યાં જન્મ્યો હોય એનાથી કોઈ ફરક નથી પડતો.એનું એક ઉદારણ છે સ્પેનમાં જન્મેલા છતાં ગુજરાતી સાહિત્યકાર તરીકે પ્રચલિત થયેલા એવા ફાથર વાલેસ.જેઓ સસ્પેનિશની સાથે ગુજરાતી પણ જાણતા હતા. સ્ટેટ્સ મુકવાથી કે, માત્ર ગુજરાતમાં જન્મ લેવાથી કોઈ ગુજરાતી નથી બની જતું.ગુજરાતી બનવા માટે અહીંની ધરતીને અપનાવવી પડે છે.અહીંની મીઠી ભાષાને પચાવવી પડે છે.દિલથી ગુજરાતી હોવું એ જન્મથી ગુજરાતી હોવા કરતા વધારે ચડિયાતું છે.જય વસાવડા પણ ગુજરાતને બિરદાવતા કહે છે કે, "હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું હું ગુજરાત છું..." પૂજ્ય રવિશંકર મહારાજે પણ ૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતીઓને કહ્યું હતું કે, ”તમે લાંચરૃશ્વત ના લેશો. ગરીબોના આંસુ લૂછીને તેમની દૂવા લેજો. તમે ધનિકો અને સત્તાધારીઓ જેટલા ઘસાઇને લોકોને ખપમાં આવશો તેટલા તમે પોતે પણ ઉજળા બનશો”

તો તૈયાર છો ને આપ સૌ ગુજરાતીઓ આપણા ગુજરાતનો જન્મદિવસ મનાવવા માટે ?? તમને થશે કે,કોરોના કાળમાં આ કઈ રીતે શક્ય છે.તો મિત્રો આ વર્ષે આપણે સૌ એ ગુજરાતને બચાવવાનું છે.સૌ ગુજરાતીઓ એ દરેક નિયમનું પાલન કરીને કોરોનાને હરાવવાનો છે.હાલની પરિસ્થિતિ મુજબ તો આ પણ એક જાતનું બર્થડે સેલિબ્રેશન જ છે


છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા
આ સાવજ ની ધરતી છે
જેના હૈયા હિમ્મતવાળા
જ્યાં એક બીજા ને ચાહે જંખે
કોઈ ના વિખે માળા

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111698783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now