🙏🌹જય સિયારામ🌹🙏
🙏🌹જય જય સતગુરૂ મહારાજ 🌹🙏
મુળ ને બાંધો સખમણા સાંધો,
દ્ઢ મન રાખો એક ધડે હો જી,
પ્રેમ નિશાન તમે નિચ્છે થી પકડો,
ચડવું હોય તો એમ ચડો હો જી,... મુળ ને
શબ્દ વિચારી તમે વચને ચાલો,
તો આઠે કરમ તમને નહીં નડે હો જી,
સુરત નુરત સન્મુખ રહેવે,
ગર્જે ગગનગઢ નિશાન ગડે હો જી,...મુળ ને
દિલ દરીયામા ડુબકી દીધાં વિના,
કહો મરજીવા તુને કેમ મળે હો જી,
શબ્દનાં શુરા જે વચનુના પુરાં,
એતો ખરી વૃત્તિ નો ખેલ કરે હો જી,...મુળ ને
શબ્દુથી ન્યારો સબ ઘટ બોલે,
એરણ વિના સૌ ઘાટ ઘડે હો જી,
સદગુરૂ વચને સર્વ સુઝે,
અમર વસ્તુ જરૂર જડે હો જી,....મુળ ને
ગગન મંડળમાં ગોતી લેજો,
રામ રતન નજર પડે હો જી,
દાસ ત્રીકમ સત ખીમને ચરણે,
ગોતી લેજો ગુરૂ જ્ઞાન વડે હો જી,....મુળ ને
🙏🌹જય સિયારામ🌹🙏
🙏🌹જય સતગુરૂ મહારાજ 🌹🙏
૨૨ . એપ્રિલ . ૨૦૨૧