Gujarati Quote in Shayri by TRUSHAR

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

➖🍃➖🌺➖🍃🌺➖
*: મારી સાથે હોય છે...:*

તું હર ઘડી હર પળ મારી સાથે હોય છે.
બની આ દિલની ધડકન મારી સાથે હોય છે.

દિવસ વિતાવું છું તારા રૂપના અજવાળે,
ને રાતે નયનનુ કાજળ મારી સાથે હોય છે.

એક પળ પણ નથી સુકાતી યાદોની સરીતા.
તું વહેતી એમાં ખળ ખળ મારી સાથે હોય છે.

મારે શું જરૂર છે કદી મંદિર સુધી જવાની,
આ હ્રદય એ તારૂ સ્થળ મારી સાથે હોય છે.

હું શાયર છું કદી એકલો હોતો નથી,
યાદો શબ્દો ને ગઝલ મારી સાથે હોય છે.

તું હર ઘડી હર પળ મારી સાથે હોય છે.
બની આ દિલની ધડકન મારી સાથે હોય છે.


➖🍃➖🌺➖🍃➖🌺➖

Gujarati Shayri by TRUSHAR : 111697696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now