બની હું ઘેલી ફરું વનવગડામાં,
શ્યામ નામનું એક પીછું મળી જાય જો આ વગડામાં
તો ભાન ભૂલી, હું તરીજાવ આ દરિયામાં
બની હું ઘેલી ફરું વનવગડામાં,
રાધા નામ નું એક ટીપું મળી જાય જો આ દરિયામાં
તો વરસોથી તરસી, મારી તરસ છીપાય જાય એ ટીપાથી
બની હું ઘેલી ફરું વનવગડામાં,
શ્યામ નામનું એક પંખી મળી જાય જો આ આકાશ માં
તો બની બાવરી, હું ઊડીજાવ એ આકાશ માં
બની હું ઘેલી ફરું વનવગડામાં,
મીરા નામનું કોઈ મોતી મળી જાય જો આ જંગલમાં
તો બનાવી એની માળા, જપિ લઉં નામ કૃષ્ણના
બની હું ઘેલી ફરું વનવગડામાં
મોહન નામે જો કોઈ મોહિજાય આ માયાભૂમિમાં
તો થઈ હું મોહિત, મોહાયજાવ એના રુપ માં
Dip@li