સુખનો સૂરજ સોળે કળાએ ઉગશે ,આજ નહીં તો કાલ મુરલીધર આવશે.
'પીળા' પિતાંબરધારી હરશે, વિશ્વાસ રાખજે હે માનવ કે માધવ આવશે.
બાળ તારા બગીચામાં રમશે,હરી તારા નામના પ્રસાદ પણ જમસે.
માં સરસ્વતીના ધામ ખુલશે, એક એક કરી ગુરુ બધાનાં નામ બોલશે.
ડોક્ટર નર્સ જનસેવા ને યશ દેશે, કાનુડો કામમાં થોડી જો મદદ દેશે.
બાળપણને બહારની મઝા મળશે, વડીલો મારા પાછાં આરામથી ઓટલે બેસશે.
કરે અરજ નર જો દિલથી, તો ઈશ્વર પણ અવતાર ધરા પર ફરી ધરશે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા