ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ,
હવે તો આ સજા પૂરી કર....
લાશોના ઢગલા વધતા જાય છે,
દરેક વ્યક્તિ પોતાનાંને ખોતો જાય છે,
મોતના ડરથી જીવવાનું ભૂલતો જાય છે,
'ને તણાવમાં ખોટા પગલાં ભરતો જાય છે,
ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ,
હવે તો આ સજા પૂરી કર....
શ્વાસ લેતાં ડરતો જાય છે,
શ્વાસ સ્વજનોનાં ખોતો જાય છે,
ખુદથી રોજ હારતો જાય છે,
'ને પરિવારની જવાબદારીમાં દબાતો જાય છે,
ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ,
હવે તો આ સજા પૂરી કર....
છતાં, તારા પર હજી ભરોસો રાખી,
તને પૂજતો જાય છે,
તારા કર્મને શ્રેષ્ઠ માની વાસ્તવિકતા સ્વીકારતો જાય છે,
'ને તારા શરણે જગતને સોંપતો જાય છે,
ગોવિંદ, તારા બાળકને શીખ મળી ગઈ,
હવે તો આ સજા પૂરી કર....
હવે તો માની જા ગોવિંદ....
-PARL MEHTA