રમણલાલ કોરોનાને હરાવી હોસ્પિટલથી ઘરે પહોંચ્યા. પોતાના મિત્રો, પાડોશીઓને દીકરાને નિર્દેશન આપ્યું કે, આ લોકોને ૧૦૦ - ૧૦૦ રૂપિયા મોકલ. અને મારું પેન્શન આવે. ત્યારે લઈ લે જે. દીકરો વિચારમાં પડી ગયો. દીકરા પાસે મેસેજ લખાવ્યો કે, હું રમણ. તમારો મિત્ર / સ્નેહી / સગો. મેં કોરોનાને હરાવ્યો. કારણ? ઓક્સિજનની સગવડતા મળી રહી. તમારા બધાનો સાથ મળ્યો. મેં તમોને ૧૦૦ રૂપિયા મોકલેલ છે. આ રૂપિયાનું એક / બે ( અથવા જેટલાં આવે એટલાં ) છોડ ખરીદી. તેનું જતન કરવું. આજે ઘણાં લોકોને ઓક્સિજનની જરૂરિયાત છે. આપણે ભવિષ્યનું વિચારીએ? અને આ કામ તરફ આગળ વધીએ.......
Spark
- યશ સોમૈયા ✍️
આવાઝ