કેમ ભીતરથી ભીંજવે છે યાદ તારી,
દિલને ખબર છે પણ આંખો રાહ જુએ છે તારી..,
વહેતા પવનની જેમ હૃદયમાં તોફાન થાય છે,
વસે છે તું મુજમાં, ધબકે છે તું મુજમાં,
ખુદથી વધારે અંતરના ખૂણામાં યાદ છે તારી..,
જાણું છું સમયનું ચક્ર છે,નસીબના ખેલ છે,
અધૂરા રહી ગયેલા સપના ખુલ્લી આંખોથી
વહી જાય છે જ્યારે યાદ આવે છે તારી..,
કાશ કોઈ સમજી શકે ચૂપ રહેવામાં કેટલીય
યાદો ભરેલી છે તારી...!
- ચૈતાલી કાપડિયા