જાય
રણ બની ગયેલી આંખોમાં વાદળ ઘેરાઇ તો,
અશ્રુઓ નો ધોધ વહેતા પહેલા જ વરાળ બની જાય.
બાળપણ અને યુવાની વચ્ચેના ઉંબરામાં જિંદગી ક્યારેક બદલાઈ જાય,
ભોમિયા ભટકી જાય ને રખડું ને મંજિલ મળી જાય.
ઇચ્છાના કબૂતરને પાળીને પિંજરે પુરી રાખીએ તો,
તપતા સમયમાં અંદર જ બળીને રાખ થઈ જાય.
વાણીને કાતર નહીં કોમળ બનાવીએ,
લાંબો દોરો ને લાંબી જીભ હંમેશા ગૂંચવાઈ જાય.
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય આપોઆપ મળી જાય,
જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તો આપોઆપ મળી જાય.
અભિમાન તો દરિયા એ પણ ન રખાય,
તેલનું ટીપું પણ તરતું તરતું નીકળી જાય.
વખાણના પુલ નીચેથી મતલબી નદી નીકળતી હોય,
એમાં તરનારા આખરે ડૂબી જ જાય.
જીવન વહેતા પાણી ની જેમ વહેતું રખાય,
કચરો આપોઆપ કિનારે નીકળતો જાય.
હીંચકો જેટલો પાછળ જાય તેટલો જ આગળ આવે,
જીંદગી છે, આ તો સુખ અને દુખ આવે ને જાય.
ઉર્વશી એચ ત્રિવેદી