શિક્ષક
માં બની જીવનનું ઘડતર કરે,
તો પિતા બની જીવન જીવતા શીખવે
ભાઈ કે બહેન બની પરિસ્થિતિ નો સામનો કરતા શીખવે
તો મિત્ર બની દરેક પરિસ્થિતિ મા સાથ પણ નિભાવે,
ગુરુ બની જ્ઞાન પણ આપે
દરેકના વિચારોને એ માન પણ આપે
કર્મ નિષ્ઠા ને જે જીવન માં સ્થાન આપે
સાથે નસીબ કરતા વધુ મેહનત ને માન આપે
પોતાના પરિવારમાં સ્થાન આપે
સાથે દરેક વિદ્યાર્થીઓ ના હદય મા જે વગર તાજે પણ રાજ કરે
શિક્ષક બની જે કદાચ વિદ્યાર્થીઓને શિક્ષા તો કરે
પણ જાણે એમનું હદય તે દિવસ દુઃખ મા આધી રાતે આંસુ બની રડે
વિદ્યાર્થીઓ ને શીખવવા જાણે એક દિવસ શિક્ષા જો આપે
એ દિવસ ને એ પોતાની જિંદગી નો બ્લેક ડે ગણાવે
શિક્ષક મહત્તા ને આ શબ્દો માં બાંધી શકવાની લાયકાત તો નથી,
પણ જાણે આજે આ શબ્દો જ મારી લાગણીઓ વ્યક્ત કરવાનો સહારો બન્યા છે..
( મારા જીવન માં અમૂલ્ય સ્થાન ધરાવતા મારા દરેક શિક્ષકોને સમર્પિત 🙏💐💐💐 )
કૃપાલી લાખણી...