હું જ ભારેખમ છે, હળવો લાગે છે,
શબ્દ સાચો મનને, કળવો લાગે છે.
છે જ અધૂરા જ્ઞાન , થોથાં વાંચીને
શબ્દ અનુભવ સાર , કડવો લાગે છે.
છે ખિલો આધાર, ઘંટી , માંહે જો,
બે પડો માં લોટ , દળવો લાગે છે.
પામવા દિલ ત્યાં , જોને પીસાતા,
ત્યાગ માંહી સાર ,મળવો લાગે છે.
માંગ છે જો મન, ઘણીયે તૃષ્ણામાં,
ભોગ અનુભવ ભાર ,ભળવો લાગે છે.
-મોહનભાઈ આનંદ