સંત દેવાયત પંડિતની આગમવાણી
આપણે વાત કરી રહ્યા છીએ સંત દેવાયત પંડિતની
જેમના લેખા જોખા સાચા જ પડતા હતા
ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ સંત જ્યારે તંબુરો હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો
કળિયુગના સમયે એવા દિવસો આવશે કે,
પાણી પડીકે વેંચાશે
અનાજ, ઘઉં ત્રાજવે તોલાશે,
જાતી પરજાતીમાં'ય લગન થશે
કુંવારી કન્યાને બાળક થશે,
સ્ત્રી સૌભાગ્યવાન હશે તે પણ પોતાના ધણીને છોડી નાતરું કરી બીજા ધણીનો ચૂંડલો પહેરશે
માચીસ રૂપી અગ્નિ કાપડના ખિસ્સામાં રહેશે,
વિદ્યુતથી ચાલતા યંત્રોથી કુવામાંથી પાણી કાઢવામાં આવશે
થાંભલે અને દોરડા પર દિવા જલશે,
પહેલા પહેલા પવન ફરૂકશે એટલે કે વાવાઝોડા થશે
પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે,
કલ્કી રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે
તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે,
ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે
નગર સુનું થવા લાગશે,
સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહિ
સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે,
ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે
યુધ્ધો થશે, ઘણા રોગીથી મૃત્યુ પામવા લાગશે,
જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં
શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાત કોઈ માનશે નહિ,
જે સાચો શુરવીર હશે તે બાયલાની જેમ બેસી જશે
આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા,
કહે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુધ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે
આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુધ્ધનું એલાન કરી શકે છે,
યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે
અને સાબરમતીના કિનારે થશે શુરાઓના સંગ્રામ,
જે કાળા કામ કરનાર છે તેવા કાલિંગાઓ દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકલંક
આવા દિવસો આવશે કે તે નકલંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારને સજા આપશે
ઉત્તર દિશામાંથી કલ્કી ભગવાન આવશે અને કલિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે
આવા લેખા-જોખા દેવાયત પીર કરી રહ્યા છે.