Please Watch like, Share, Comments and Subscribe my Chanel.
https://youtu.be/0lVqDOULB28
મોતને સાથે લઈ નીકળુ છુ...
રોજ સવારે મોતને સાથે લઈ નીકળુ છુ,
જવાબદારી પુરી કરવા ડરને દબાવી નીકળુ છુ.
ચારે બાજુ આજે ચિતાની લાઈનો લાગી છે,
પરિવાર ભૂખ્યો ના મરે મારો એ ચિંતા સાથે નીકળુ છુ.
ક્યારે હશે કયો દિવસ છેલ્લો ખબર નથી,
એટલે જ હસતા ચહેરા સાથે બધાને હસાવતો નીકળું છુ.
મૃત્યુ તો એક દિવસ થવાનું છે કોઈપણ નિમિત્ત બનીને,
આ વાતને સ્વીકારી રોજ નવું જીવન જીવવા નીકળું છુ.
જીવન કેરા પથમાં રોજ મુસીબતો અને એક દિવસ મોત તો આવવાનું જ છે,
મુસીબતો સામે રોજ જીતવા અને મોત સાથે હારી ને પણ જીતવા રોજ નીકળું છુ.
કોઈ નથી જાણી શક્યું કે ક્યારે મોત આવશે એ,
પણ રોજ મીઠી યાદોનો ખજાનો મુકવા નીકળું છુ.
રોજ સવારે મોતને સાથે લઈ નીકળુ છુ,
જવાબદારી પુરી કરવા ડરને દબાવી નીકળુ છુ....
લિ.
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.'રાહગીર'
ગામ- ઉંટવા.
મો- 81282 64039.
ઈ મેઈલ આઈડી - ronakjoshi226@gmail.com