મને માફક નહીં આવે....
કયાં સુધી ગણતો રહું ક્ષણ?મને માફક નહીં આવે.
ધોધમાર મળ,દસ મીનીટ મને માફક નહીં આવે.
યુગોની તરસ આપણે લઇને
બેઠા,
તૃપ્તિમાં એક જ ટીપું! મને માફક નહીં આવે.
નથી જે હાથમાં એ રેખાઓ ચીતરાવ તું,
ભાગ્યનાં ભરોસે બેસવું,મને માફક નહીં આવે.
નજરથી નજર મેળવી જોઉં જરા ત્યાં,
પહેરેદારી આખા જગતની,મને માફક નહીં આવે.
સોનેરી સાંજ, દરિયાનો કિનારો,તું ને હું,
માનવ મહેરામણની વચ્ચે,મને માફક નહીં આવે.