શું કહું હું તારા અને તારી વાતો વિશે,
મારા માટે અણમોલ છે તું, પરંતુ એનાથી અણમોલ છે તારી વાતો.
જાણું છું હું કે આપડી વાતો રોજ નથી થતી,
પરંતુ તારી સાથે થયેલી દરેક વાત આજે પણ મને યાદ છે.
હું ઈચ્છુ છું મારી જીંદગી તારી સાથે વિતાવવા,
પરંતુ કદાચ ઉપરવાળા ને મંજુર ન હોય તો તારી વાતો હંમેશા મારી સાથે હશે.
ભલે હું ગમે તેવા દુઃખ માં હોવ,
પરંતુ તારી વાતો ને યાદ કરતા તે દુઃખ પણ ભૂલાય જાય છે.
છેલ્લે ભગવાન ને આટલું જ કહીશ કે,
હે ભગવાન, તું બીજું કઈ આપે કે ન આપે,
પરંતુ આ વાતો થી જીંદગી જીવાડવા વાળી આપજે.