જળ નું રણ ને મળવું ખૂબ અઘરું હોય છે,
ઉદાસ સાંજ નું ઢળવું ખૂબ અઘરું હોય છે
મુરઝાયેલા ફૂલ ને દદે વિશે પૂછયું,
ખીલ્યા પછી ખરવું ખૂબ અઘરું હોય છે
ગૂગંણામણ ના ભાર થી શ્વાસ રૂંધાવા લાગે છે,
પલકો ભીંજાવ્યા વીના રડવું ખૂબ અઘરું હોય છે
શાંતરાત્રિ, ચિક્કાર સન્નાટા, ઘડિયાળ ની ટકટકટક,
શૂન્યતા ની ખીણમાં સબડવું ખૂબ અઘરું હોય છે
વિચાર્યું હતું વેદના મારી ગઝલ થકી દુનિયા ને કહીશ,
વ્યથા ઉપર પણ “વાહ વાહ” સાંભળવું ખૂબ અઘરું
હોય
-AK