*નહિ મળે આવું ટાણું*
✍🏻 *જેરામદાસ*
🌸🌸🌸🌸🌸🌸🌸
નહિ મળે આવું ટાણું જીવડા ગોત ઠરવાનું ઠેકાણું
સતગુરુ શાને સમજી લે જે
નહિ મળે ખર્ચે નાણું
જ્ઞાન ગલીની સાચી શેરીએ
પરાપાર પરમાણું
સંત સાનથી જે નર સમજ્યા
એણે કરી અલખની ઓળખાણું
સોહમ સાધીને શૂન્યમાં પહોંચ્યા
અચળ સુખ એણે માણ્યું
નાવે ધોવે ને કરે ચતુરાઈ
અંતર જ્ઞાન નવ આણ્યું
ગુરુગમ ની જેણે ગતિ ન જાણી
પછી ભોગમાં મન ભરમાણું
સંતપુરુષનો સંગ છોડીને
દુબજામાં દિલ દોરાણું
ભક્તિ તણો જેણે ભેદ ન જાણ્યો
પછી ફૂડ નું કોકડું ગુંચાણું
દશમાં મોલ પર દેખારે દાસ
અનહદ તેજ વરાતાણું
અમર ગુરુ ચરણે બોલ્યા જેરામદાસ
તેજ માં તેજ સમાંણું
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻