Gujarati Quote in Story by Vibhuti Desai

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી કૃતિને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવી છે.

ગુજરાતી રસધારા ગદ્ય
શબ્દ:- અવસર
પ્રકાર:- લઘુવાર્તા
શીર્ષક:- મેદાન.

મહેશનાં ઘરની પાછળનાં ભાગે બાપદાદાની માલિકીની ખુલ્લી જગ્યા.
એક દિવસ કેટલાંક ક્રિકેટ રસિયાઓએ ત્યાં ક્રિકેટની મેચ ગોઠવી.લગભગ દસથી બાર ટીમને રમાડવાનું આયોજન.
આયોજકોને તો જાણે બોડી બામણીનું ખેતર હોય એમ મહેશની પરવાનગી વગર મેદાન પર ક્રિકેટનું આયોજન કરી દીધું.
મહેશે વિચાર્યું," હું આયોજકો સાથે જીભાજોડી કરું કે કોને પૂછીને કર્યું? અથવા પોલીસ કેસ કરું તો એ આંટાફેરા કરવાનાં.એનાં કરતાં આ મુશીબતને અવસરમાં ફેરવું તો?"
તરત જ મહેશે પોતાને ત્યાં કામ કરતો માણસ,કે જે પોતે પણ મેચ રમવાનો હતો તેને બોલાવી આયોજકોને મળી જવાનું અને મળવા આવે ત્યારે મેદાન વાપરવાની લેખિત પરવાનગી માંગતો પત્ર લઈ આવવા કહ્યું.
આયોજકો પરવાનગી માંગતો પત્ર લઈને મળવા આવ્યા એટલે મહેશે કહ્યું, "તમે મારું મેદાન વાપરો તો એ મેદાન પર મારી ફર્મનું બેનર મૂકો."
મેદાન સ્પોન્સર બાય મહેશ દેસાઈ,અને પોતાની ફર્મનું વિવિધ ડીલરશીપની જાહેરાત કરતું બેનર તૈયાર કરાવી મેદાન પર મૂકી બેનર સાથે પોતાના ફોટા પડાવી પોતાની ડીલરશીપ વાળી જે તે કંપનીને મોકલી આફતને અવસરમાં પલટી દીધી.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:-૧૦/૪/૨૦૨૧

Gujarati Story by Vibhuti Desai : 111690400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now