તને નહીં પડે ખબર આ પ્રણયની જવા દે
છોડ આ બધી વાતો હ્દયની જવા દે
મને ખબર છે તારી, તને હવે નથી ફાવતું મારી સાથે
હું જ જાવ છું તું નહીં જઈ શકે , છોડ હાથ જવા દે
નથી એકેય તારો નભમાં નથી ચંદ્ર પણ ઊગ્યો
અંધકાર જીતી જશે આજે, તું ખોલ મુઠ્ઠી આગિયા ને જવા દે
ખબર પડે છે પ્રેમની કોઈ થી જુદાં થઈ ને જ
તું તાજમહેલ ને આ શાહજહાં ની વાત જવા દે
આ રાત ને દિવસ જોયા નથી મેં મળતા કદી
અમારી કહાની પણ છે કંઈક એવી છોડ જવા દે