જો આ ગગન થી લહેરૂ આવે ઝરઝર નૈણા અમર ઝરે ધ્યાન અખંડ મારા સંત ધરે...ટેક
ચહોદિશ વાસના ફોરમ વ્યાપી બીજ રોપ્યો નહીં બળે
લાગી લુંબ ગગનમે મોરી ઈરે આબલીયો સુફળ ફળે...ટેક
મરજીવા નર ચડે મેદાને વીણી મોતી સોઈ વળે
પારસમણિ ના એજ પારખાં નીપજ આવે ખુબ ગળે...ટેક
ઓહંમ સોહં કી જીલમીલ જ્યોતુ ચાંદો સૂરજ માઈ દિપક જલે
પુરવી ગંગા પશ્ચિમ પ્રકાશે ગગન ગુફા માં ગવન કરે...ટેક
ત્રિકુટી મહેલમાં કરલે તકિયા સુખમણા સાધે અરથ સરે
દાસી જીવણ સત ભીમ ના ચરણા કિંમત વાળા આ દેશ કળે... ટેક