હંસા હાલોને સદગુરૂજી ના દેશમા, ત્યા તો કાગ રે પખીને હંસ હોય રે.
હંસા પિયો પિયાલા નિરભે નામના...ટેક
હંસા વાદળ નહી ઊન દેશમા, ત્યા મેહુલા વરશે રે અખંડધાર રે
હંસા વાવો રે ચંદનના જાડવા, મોતીડા વાળા બિજ રે...હંસા
હંસા કાયા રે નગરમા એક હાટડી, તેની અવળીને સવળી બજાર રે
કોઇ રે સોદાગર વણજ કરે, કરે છે મોતીડા વાળા વેપાર રે...હંસા
હંસા મોતીડા પડયા છે મેદાનમા, અને બધી દુનિયા ઓળગીને જાય રે
હંસા મળે રે મોતીડા ના પારખુ, વણજ કરે વેપાર રે...હંસા
હંસા નદીને કિનારે એક વખડો, તેના મુળ રે પિયાળની માય રે
પેલા રે પડે તેના પાંદડા, પછી મુળરે સગળા જાય રે...હંસા
હંસા આવત જાવત તમે ઓળખો, કરેલા કરમ બળી જાય રે
હંસા દેવ રે ડુગરપુરી બોલીયા, મારા સંતો અમરાપુર વાસ રે...હંસા