ઘડી એ જ સાચી ,ઘડી છે ખરેખર,
તમે જાત કાંટે, મઢી છે ખરેખર.
વગર શ્રમ સિધ્ધિ, કદી ના મળે જો,
ને એરણ- હથોડી , પડી જો ખરેખર.
જો મહેફિલ છે,માણી પતંગાએ સાચે,
પછી જાત જોને, બળી છે ખરેખર.
છે પ્રેમાળ દિલમાં જુઓ છે જ સ્પંદિત ,
જુઓ દિલને કળ સાચે વળી છે ખરેખર.
છે આનંદ સાચો , હકીકત મહીં જો,
વિરાગી વૃત્તિ મન, ભળી છે ખરેખર.
-મોહનભાઈ આનંદ