ચાહત મહીં જ જો, હરખીને લળી ગયા,
રાહત મહીં જ જો , મલકીને ભળી ગયા.
વાણી જરાક ખોઇ , પછી મૌન રેલી માં,
ચૂપ્પી રવાડે જો , છટકીને છળી ગયા.
તોફાન માં હતું ચિત, બાંધી મનોલયે,
છૂટ્ટી કરીને જો, અટકીને કળી ગયા.
કરતા સમાધિ જો ,સમતામાં રહી પછી,
આંખો જરાક જો, મટકીને ઢળી ગયા.
કોમળ જરાક જો ,મહકે છે ફૂલો સમા ,
આનંદ મય સ્વયં, અડકીને મળી ગયા.
-મોહનભાઈ આનંદ