રંગે રંગવા એને ગયો જ્યાં હું;
અને વગર રંગે રંગાઈ ગયો હું;
નજરથી છાંટ્યો છે ગુલાલ ને,
અબિલ છાંટયું છે મુસ્કાન નું;
મદભરી આંખો જ્યાં ઉઠાવી,
પાણી પાણી જ થઇ ગયો હું
રંગ રહી ગયા મારા હાથમાંજ,
રંગવા ગયો'તો, રંગાઈ ગયો હું;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO (GEB)