ઝાકળ જરાક આંજી ,ના પાથરો ને નજરો,
દિલને દિમાગ વચ્ચે, ના આચરો ને સફરો .
શબ્દો જ છે હદયમાં, શબનમ સરીખું મોતી,
કોમળ જરાક જાદૂ , જો થાય કેમ જબરો.
વાતો ફક્ત ત્યાં કેવી ,વાણી તણા વિલાસે,
આચાર માં છે શૂન્યો, એકડો ય ઘૂંટે કપરો.
શબ્દો તણો ય કાબૂ , ચિંતન મહીં જરા તો,
હોવાનું સ્મૃતિ માંહી, કોઈ ખરાબ કતરો.
હારી પછી જ જીવન, બાજી ખરેખરી જો,
આનંદ હારવા નો , સાચો જ ખેલ સમરો;
-મોહનભાઈ આનંદ