જો રાહ મહીં ,દોસ્ત મળે તો જ મજા છે,
મસ્તી મહિ જો કોઇ છળે તો જ મજા છે.
વાતોનાં વડા હોય સ્વભાવે જ અહીં તો,
ને મૌન તણી આડ ભળે તો જ મજા છે,
રંગીન ઉડે છોળ , મિજાજે રંગ મહીં જો,
બે રંગ તહીં મન જો ચળે, તો જ મજા છે.
જે આંખ ખુલી જોઇ રહ્યા છે અહિં સપના,
દિલદાર તણી ભાળ મળે, તો જ મજા છે.
આનંદ વગર છે અધુરો , હાલ અહીં જો,
મનમાં ખુશ થઈને જ, ફળે તો જ મજા છે.
-મોહનભાઈ આનંદ