#શીમળો
#ફાગણ
#ઉનાળો
ભરબપોરે તાપમાં તડકાય શીમળો,
પાંખમાં શ્રાવણ ભરી ફોરાય શીમળો.
મૃગજળોના શ્વાસનું ઊંડાણ સૂંઘી
સીમનું તેતર બની ઠલવાય શીમળો.
ખાખરે એકાંત લટકાવી પ્રજળતું
કેસૂડાની સંગમાં રંગાય શીમળો.
અસ્મિતા જેવી ધખે અહાલેક ધૂણી
કોઈ જોગંદર સામો લહેરાય શીમળો.
ઊંચીનીચી કેડીએ અટવાય પગલાં
ભરબપોરે આટલામાં ક્યાંય શીમળો?
તપ્ત વગડાના પ્રવાસીની તરસ પણ
છીપશે અર્ધી ય જો દેખાય શીમળો.
--ગુણવંત ઉપાધ્યાય....🖊
#Summersday