Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✍સંતવાણી ✍

આ સંસાર રમત છે

બે મત નથી એક જ મત છે,
આ સંસાર રમત છે.
જૂઠો જીતે ને સાચો હારે,
એવી બાજી જેનું નામ જગત છે.
આ સંસાર રમત છે.

ગોઠવાઇ ગઇ બાજીમાંથી
વિધ વિધ રંગની ગોટી
કોઇ જીતેને થાય તવંગર,
કોઇ પહેરે લંગોટી
હો... હારે તોયે બમણું રમતાં,
કેવો બુરો મમત છે.
આ સંસાર રમત છે.


કાળવીંઝણે ઊડી જશે આ
ગંજિફાનું ઘર,
ચાર દિવસના ચાંદરણાની
કેવી અવરજવર
હો... એ જ જીતે સંસારનો ગઢને
જેણે જીત્યો વખત છે.
આ સંસાર રમત છે.

રોજ સૂરજનો દિવો સળગે
સાંજ પડે બુઝાય,
પણ પ્રંપંચ કેરો ખેલ ના ખૂટે
રમત પૂરી ના થાય
હો.. તન સમજે પણ મન ના સમજે
મન એવું મર્કટ છે.
આ સંસાર રમત છે.
👏 સત્ ગુરુ ચરણમાં વંદન👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111679060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now