Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજાર હાથવાળા

હજાર હાથવાળા,
મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં,
કોઇના ભંડાર ભરેલાં, કોઇના ઠામ ઠાલાં.

તરણા ઓથે ડુંગર જેવો દેવ તારો પડછાયો,
આ દાનવમય થાતી દુનિયામાં તું ક્યાંય ના વર્તાયો,
ઠેર ઠેર વેરઝેર થતાં કામ કાળાં,
મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં.

સતની સાથે ચાલે એને દુઃખના ડુંગર માથે
જૂઠને મારગ જાનારાને ધનનો ઢગલો હાથે,
સાંઇને ન પામે પાઇ, દંભીને દુશાલા,
મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં,

નાનું સરખું મંદિર તારું થઇ બેઠું દુકાન,
પુકારે પંડિત પૂજારી કોઇ લઇ લ્યો ભગવાન,
નિર્ધન ને ધન દેજે ભગવન પૂંજીવાળા,
મંદિર ઉઘાડા ને તારો મોઢે તાળાં.

🙏સતગુરુ ચરણમાં વંદન🙏

Gujarati Religious by બાબા સત્સંગી : 111679054
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now