હકીકતમાં છે હાલત ની , હાડમારી અમારી,
મને ગુથેલી મનોમય ,જાળ છે આ જીદંગાની;
ગુથાઈ ગયો છું સ્નેહ રેશમ ના તાતણે અહીં,
પારધિ ની પ્રેમ મય , જાળ છે આ જીદંગાની;
હેબતાઈ શાને જવાય છે, આ જંજાળ માં જ,
કરોળિયાની વ્યુહમય, જાળ છે આ જીદંગાની;
વીતી રહ્યુ આયખું, શ્વાસ ઉચ્છવાસ ના દોરડે,
આયુષ્યની શ્વાસમય , જાળ છે આ જીદંગાની:
જીવન નો રંગ બેશક, ફુલગુલાબી જ હતો ને!
પતઝડ ની વિરહ મય , જાળ છે આ જીદંગાની;
આનંદ અક્કલ ખાતે, ઉધાર કરી દીધું છે સઘળું,
પ્રેમાળ સ્પંદનમય ગૂંથી,જાળ છે આ જીદંગાની;
-મોહનભાઈ આનંદ