મોરાર સાહેબની વાણી
🌸🌸🌸🌸🌸🌸🌸
દેખ્યા દિલ દિદારા,
મેરે સદગુરુ કી અણ્સારા
અધર તખ્ત પર આપ બિરાજે,
કરણીગર કિરતારા
અટળ અભંગી દેવ ત્રિભંગિ,
સકળ રુપ સન્સારા...
ધનન ધનંનં ધન ઘંટ જ બાજે,
ઝાલર ના ઝણ્કારા
મોર બોલે માંહિ મોરલી વાગે,
તંત મિલા ઍક્તારા...
નિર્ખ્યા નેણે પરખ્યા પુરા,
સુરતે મુરતે સારા
વરસે મોતી ઝલક જ્યોતિ,
અખંડ અમૃત ધારા...
અગમ ખેલ અનહદ કી આગે,
રમતા હે રણુકારા
પાંચ સાહેલી,પિયુકિ આગે,
નૃત્ય કરે નિર્ધારા...
ગુરુ પ્રતાપે સો ઘર પાયા,
ભક્તિ મુક્તિ ભંડારા
રજ મોરાર રવિ કે ચરણે,
અલખ મેં નહી અવતારા ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻